વિશ્વ યોગ દિવસે પરમહંસ આર્ટના કલાકારે પોસ્ટકાર્ડ ઉપર મિનીયચર યોગ પેઇન્ટિંગ બનાવ્યા
વડોદરાઃ વિશ્વ યોગ દિનની ઉજવણી નિમિત્તે વડોદરાના કલાકાર કિશન શાહે દુર્લભ 23 જેટલા મિનીયચર પેઇન્ટિંગ બનાવ્યા છે. જેમાં મછેદ્રત્ર્યાસન, મૂલવંધમુદ્રા, દ્રાવની, કૂજોસન, મહામુદ્રા જેવા વિવિધ યોગમુદ્રાના પેઇન્ટિંગ બનાવ્યા છે અને મિનીયચર પેઇન્ટિંગ બનાવવા માટે પોસ્ટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મિનીયચર પેઇન્ટિંગ બનાવતાં 9 દિવસ જેટલો સમય લાગ્યો હતો અને એક્રેલિક કલરનો ઉપયોગ કરીને પોસ્ટ કાર્ડ ઉપર મિનીયચર યોગ પેઇન્ટિંગ બનાવ્યાં છે.
Last Updated : Jun 23, 2020, 4:58 PM IST