નડિયાદની લો કોલેજના 61મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ - khedanews
ખેડા: નડિયાદની ભગત એન્ડ સોનાવાલા લો કોલેજની સ્થાપનાને 61 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનું પ્રસંશાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.