દેવદિવાળીને દિવસે ગરબો મૂકવાની ગ્રામીણ વિસ્તારમાં પંરપરા - પંચમહાલમાં દેવદિવાળીનું ગ્રામીણ વિસ્તારમાં અનોખુ મહત્વ
પંચમહાલ: દેવદિવાળીનું ગ્રામીણ વિસ્તારમાં અનોખુ મહત્વ હોય છે. પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં દેવદિવાળીના દિવસે ગરબો (જેને સ્થાનિક લોકો બેઢૈયા પણ કહે છે) ગામમાં આવેલા કુળદેવીના મંદિરે મૂકવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. જેમાં માટીની નાની માટલી તેના ઉપર કોડીયુ મુકીને દીવો કરવામાં આવે છે. જે બાદ ઘરેથી સામૂહિક રીતે પુરુષો અને યુવાનો ગામમાં કુળદેવીના મંદિરે ગરબો લઇને જાય છે. જેમાં બધા સામુહિક રીતે દેવી દેવતાઓની જયજય કાર બોલાવતા જાય છે. આ ગરબો મંદિરના પ્રાંગણમા મુકે છે. આખુ વર્ષ શાંતિમય નીવડે તેવી કુળદેવીને પ્રાર્થના કરવામાં આવે છે. આ રીતે ગરબો લઇ કુળદેવીના મંદિરે મુકવાથી દુ:ખ દર્દ જતા રહે તેવી લોકમાન્યતા જોડાયેલી છે. મોટી સંખ્યામાં ગરબાઓ એક સાથે મુકવામાં આવે છે. રોશનીથી ઝળહળતુ અનોખુ દ્દશ્ય સર્જાય છે.