સુરેન્દ્રનગરની જેલમાં ઉજવાયો જન્માષ્ટમી મહોત્સવ - gujarati news
સુરેન્દ્રનગર: ચારે તરફ જન્માષ્ટમીનો માહોલ છવાયો છે. સુરેન્દ્રનગરની સબ જેલ ખાતે યુવા વિકાસ પરિષદના સુબોધ જોષી તેમજ માનવ ઉત્થાન સેવા સમિતિના મહાત્મા સુમિતા બાઈજી દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવદ્ ગીતા પ્રવચન, કૃષ્ણ જન્મ મહોત્સવ, રાસ લીલા અને મટકી ફોડ જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં તમામ કેદીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે જેલર રાઠોડ, જાણીતા સમાજ સેવક સુબોધ જોષી, મહાદેવભાઈ દલવાડી, મહાત્મા સુમિતા બાઇજી, પ્રવીણા બાઇજી તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જેલ સ્વછતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી. સ્વછતા અંગે તમામ કેદીઓને સામુહિક સોગંદ પણ લેવડામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ શહેર બનાવવા સામુહિક રજુઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉદબોધન કરતા જેલર રાઠોડે કેદીઓને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવીને આદર્શ નાગરિક બનવા હાકલ કરી હતી.