સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં સ્વચ્છતા પખવાડિયા ઉજવણી કરાઇ - surendranahar letest news
સુરેન્દ્રનગર: સ્વચ્છતા સેવા, સ્વચ્છ ભારત બને તે માટે વડાપ્રધાન મોદી દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં વધુ લોકો જોડાય અને બીજાને જાગૃત કરે તે જરૂરી છે. સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. ધ્રાંગધ્રા આર્મી દ્વારા સ્વચ્છતા માટેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં આર્મીના જવાનો દ્વારા એક સાયકલ રેલી કાઢવામાં આવી હતી. જે આર્મી કેમ્પ તેમજ ધ્રાંગધ્રા શહેરના વિવિધ માર્ગ અને શહેરની બજારોમાં ફરી હતી. ત્યારબાદ આર્મી કેમ્પમાં આર્મીના જવાનો દ્વારા સ્વચ્છતા જાગ્રત અભિયાન માટે એક વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી.