આણંદના સોજીત્રામાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર દિનની કરાઈ ઉજવણી, કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા રહ્યાં ઉપસ્થિત - કુંવરજી બાવળીયા
આણંદઃ દેશને આઝાદી મળ્યે આજે 73 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સમગ્ર ભારત વર્ષમાં 15 ઑગસ્ટની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના સોજીત્રામાં પણ ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારમાં પ્રધાન કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહ્યાં હતા. અહીં વિવિધ શાળાઓમાંથી આવેલા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતા. આ પ્રસંગે ગુજરાત પોલીસમાંથી રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામેલા આણંદના બે અધિકારીઓનું સન્માન પણ કરાયું હતું.