પૂજ્ય ગુરુદેવવિજય નય પ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબના 82માં જન્મદિવસની ઉજવણી - botad latest news
બોટાદ: પૂજ્ય દાદા ગુરુદેવ આચાર્યશ્રી વિજય નય પ્રભસૂરિશ્વરજી મહારાજ સાહેબનો 82મો જન્મોત્સવ શ્રી નાનાજી દેશમુખ ઓડિટોરિયમમાં મનાવવામાં આવ્યો હતો. આ જન્મોત્સવમાં બોટાદના સમગ્ર જૈન સમાજના ભાઈઓ બહેનો તેમજ SP હર્ષદ મહેતા પણ હાજર રહ્યા હતા. તેમજ 82 દિપક દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રીને શુભકામના આપવામાં આવી હતી. આ જન્મોત્સવમાં બાળકો દ્વારા નૃત્ય તેમજ નેમી નય જૈન બેન્ડના સભ્યોએ પૂજ્ય ગુરુદેવશ્રીનું જીવન ચરિત્ર નાટક અને નૃત્ય દ્વારા પ્રસ્તુત કર્યું હતું.