કેમેરામાં કેદ થયા કાળજું કંપાવનારા દ્રશ્યો, જામનગરની ઘટના - ત્રણ લોકોના મકાન નીચે દબાઈ જવાથી મોત નિપજ્યા
જામનગર: શહેરના દેવુભા ચોકમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મકાન અંદર કડીયા કામ કરતા મજૂરો કેવી રીતના મકાન નીચે દબાયા તે CCTV માં દેખાઈ આવે છે. દેવુભા ચોકમાં મકાન ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. મકાન માલીક અનવરભાઈ વાઘેર સહિત ત્રણ લોકોના મકાન નીચે દબાઈ જવાથી મોત નિપજ્યા હતા. મહત્વનું છે કે, ફાયર ટીમ દ્વારા બે દિવસ સુધી બચાવ કામગીરી કરવામાં આવી હતી. જો કે મકાનના કાટમાળમાં ફસાયેલા તમામ લોકોના મોત નિપજયા હતા.
Last Updated : Aug 31, 2019, 11:20 PM IST