રાજકોટમાં રિક્ષા અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા - અકસ્માતના સીસીટીવી ફૂટેજ
રાજકોટઃ શહેરના ધરમ સિનેમા નજીક આવેલા ચોકમાં ગત તારીખ 29ના રોજ રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે બાળકો સહિત 4 લોકોને ઇજા થઇ હતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રૉડ ક્રોસ કરી રહેલી રિક્ષાને કારે ઠોકર મારી હતી. હાલ પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.