દેવભૂમી દ્વારકામાં 'મહા' ચક્રાવાત સામે સાવચેતી, માછીમારોને દરીયો ન ખેડવા સૂચના
દેવભૂમિ દ્વારકા: 'મહા' વાવાઝોડાને લઇને ગુજરાત સરકાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ બંદરો પર માછીમારોને દરિયો ન ખેડવા અંગે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને પણ હાલ પૂરતી બંધ કરવામાં આવી છે તથા કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ સરકારી અધિકારીઓને પોતાના સ્થળ ઉપર હાજર રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ રાખવાખથી પ્રવાસીઓ નિરાશ થઇને પરત ફરી રહ્યા છે.