ગુજરાત

gujarat

ETV Bharat / videos

અરવલ્લીમાં ભારે વરસાદને કારણે કોઝવે તૂટતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા

By

Published : Aug 25, 2020, 9:47 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પાણીની આવક વધતા કેટલાંક કોઝવે તૂટી ગયા છે, તો કેટલાંક કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. પરિણામે ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે. ભારે વરસાદને કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઇ ગયા છે. મોડાસા તાલુકાના રાજપુર અને અન્ય 10 ગામડાઓને જોડતા કોઝવે પાણીમાં ગરકાવ થતા હાલ પુરતે કોઝવે બંધ કરવામાં આવ્યો છે. ઉપરાંત ભિલોડાના ઘાટી ગામ પાસે ઈન્દ્રાસી નદી અને કરડીયા નદી પરના બે કોઝવે ધોવાયા છે.

ABOUT THE AUTHOR

...view details