દ્વારકાના દેવરિયા અને કલ્યાણપુરનો જોડતો કોઝવે ધરાશાયી, 4 ગામ સંપર્ક વિહોણા - મેઘાકિક ડેમઓવરફ્લો
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના દેવરિયા અને કલ્યાણપુર વચ્ચે આવેલો કોઝવે ભારે વરસાદથી તૂટી જતા ચાર ગામ સંપર્ક વિહોણા થયા છે. કલ્યાણપુર નજીકના સિંઘની અને મેઘાકિક ડેમમાં ઉપર વાસથી વરસાદનું પાણી આવતા બને ડેમ ઓવરફ્લો થયા હતા. જેથી ગાંધવી તરફ પાણી આવતા કલ્યાણપુર તાલુકાના ચાર ગામ પૈકી દેવરિયા, ચાથલાના, ગાધવી અને ગાંગડી ગામ સંપર્ક વિહોણા બન્યા છે.