અમદાવાદના એસ.જી.હાઇવે બ્રિજ પરથી કાર પલટી મારીને રસ્તા પર ફંગોળાઈ - બ્રિજ પરથી કાર પડી
અમદાવાદ : શેહરના ગોતા નજીક આવેલા એસ.જી. હાઈવે પરના બ્રિજ ઉપર એક કાર અકસ્માત સર્જાયો હતો. સાંજના 04:36 વાગ્યાના સુમારે એક કાર પૂરપાટ ઝડપે બ્રિજ પરથી જઇ રહી હતી. ત્યારે અચાનક ડ્રાયવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બ્રિજના છેડેથી તે કાર પલટી ગઇ હતી અને કાર ફંગોળાઈને રસ્તા પર પડી હતી. આ ગંભીર અકસ્માતમાં કારની એરબેગ્સ ખુલી જતા ચાલકને વધુ નુકસાન થયું નથી પરંતુ એક રાહદારીને પગે ગંભીર ઈજાઓ થઇ હતી. જેને નજીકની હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યો હતો.