અરવલ્લીના બાયડમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચાલતી હપ્તા વસુલી કેમેરામાં કેદ - Commercial Vehicle Drivers
અરવલ્લીઃ જિલ્લામાં ટ્રાફિક પોલીસની હપ્તા વસુલીથી કોમર્સિયલ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લામાં ધોરી માર્ગો પર ટ્રાફીક પોલીસ દ્રારા ટ્રાફીકના નિયમોનું પાલન કરાવવાના બહાને વાહન ચાલકો પાસેથી એન્ટ્રીના નામે રૂપિયા ઉઘરાવામાં આવી રહ્યા છે. જિલ્લાના બાયડ નગરના હાઇવે પર કોઈ પણ જાતના ડર વિના ટ્રાફિક કર્મચારિઓ દ્વારા હપ્તા વસુલી કરવામાં આવી રહી હતી, ત્યારે જાગૃત ડ્રાઇવરે આ દ્રશ્યો પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કર્યા હતા.