દાહોદમાં 2004માં થયેલી વિદ્યા-સહાયક ભરતીના ઉમેદવારોએ કલેક્ટરને રજૂઆત કરી - દાહોદ કલેક્ટર
દાહોદ: વર્ષ 2004માં જિલ્લામાં થયેલી વિદ્યા-સહાયકોની ભરતી પ્રક્રિયામાં મેરિટ પ્રમાણે કેટલાક ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાની ફરિયાદ ઉઠી છે. આરોપ છે કે, મેરિટ લીસ્ટ પ્રમાણે 40 બેઠકો ફાળવવામાં આવી હતી. જેમાંથી માત્ર 26 બેઠકો ભરવામાં આવી છે, જ્યારે 14 જેટલી બેઠકો હજૂ ભરવામાં આવી નથી. જેથી આ ભરતી પ્રક્રિયામાં સામેલ ઉમેદવારો સોમવારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.