મોડાસામાં હૈદરાબાદ દુષ્કર્મની ઘટનાને વખોડવા કેન્ડલ લાઈટ પ્રદર્શન - candel march
મોડાસાઃ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ કરી જીવતી સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. આ ઘટના વિરુદ્ધ ઠેર ઠેર દેખાવો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે મોડાસામાં નારી સશક્તિકરણ માટે કામ કરતી સંસ્થા અગમ ફાઉન્ડેશન દ્વારા કેન્ડલ લાઈટ પ્રદર્શન યોજી ઘટનાને વખોડી કાઢી હતી. દુષ્કર્મની ઘટનાને પગલે સોશિયલ મીડિયા તેમજ અન્ય પ્લેટફોર્મ પર આક્રોશ જોવા મળી રહ્યો છે. મોડાસામાં અગમ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી કેન્ડલ લાઈટ પ્રદર્શનમાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોએ સ્વયંભુ જોડાઈ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની સામે આકરા પગલાં લેવાની માગણી કરી હતી.