પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: મોરબી વિધાનસભાની બેઠક માટે પ્રચારકાર્ય પૂરજોશમાં... - Congress MLA
મોરબી: વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચારકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અહીં પ્રચાર કરવા મેદાને ઉતર્યા છે. આજે શુક્રવારે માળિયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠાકોર સમાજના અગ્રણીઓ અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પુંજાભાઈ વંશ પ્રચાર માટે આવ્યા હતા અને સુલતાનપુરમાં ઠાકોર સમાજના લોકોને સંબોધન કર્યું હતું. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, બ્રિજેશ મેરજાએ પોતાના અંગત સ્વાર્થ માટે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જો તેણે જનતા માટે, મોરબી માટે, ઉદ્યોગો માટે કે પ્રજાના પ્રશ્નો માટે રાજીનામું આપ્યું હતો તો અમે તેને અભિનંદન આપ્યા હોત.