કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લીધી મહેસાણા ONGCની મુલાકાત - Gujarati news
મહેસાણા: કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને હાજરી આપતા દેશના સૌથી મોટા ક્રુડ ઓઇલ ઉત્પન્ન કરતા મહેસાણા ONGCની મુલાકાત લીધી હતી. વાર્ષિક 2 મિલિયન મેટ્રિક ટન જેટલું તેલ નીકળે છે. જે સૌથી વધારે માત્રા ગણી શકાય. તેમણે ONGCના 2 GGS ખાતે મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું.બેચરાજી બેઠક પર રહેલા કોંગ્રેસ ધારાસભ્ય ભરત ઠાકોર અને રાજ્ય સભાના સાંસદ જુગલ ઠાકોર સહિતના સ્થાનિક આગેવાનો સાથે સમીક્ષા બેઠક પણ કરી હતી. આ ઉપરાંત સ્થાનિકોના ONGCમાં રોજગારી પ્રશ્ને પણ ચોક્કસ નિકાલ લાવશે તેવી આશા વ્યક્ત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેલના ઉત્પાદનમાં મહેસાણાનું મહત્વનું સ્થાન છે. આવનારા દિવસોમાં તેલ ઉત્પાદન કેવી રીતે વધે તેના પર પણ ચર્ચા કરી હતી.