અમદાવાદમાં CAA અને NRC મામલે ફરી વિરોધ શરૂ થયો - NRC વિરોધ પ્રદર્શન
અમદાવાદઃ શહેરમાં વિહામ બાદ ફરી નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ શરૂ થયો છે. સાવિત્રી બાઈ ફૂલેની જન્મ જયંતી નિમિત્તે એલિસ બ્રિજ ખાતે મુસ્લીમ સમુદાયની મહિલા તથા સામાજિક કાર્યકર મહિલાઓ દ્વારા સાથે મળીને સુત્રોચ્ચાર તથા બેનર સાથે CAA અને NRCના વિરોધ કર્યો હતો. અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓ પણ વિરોધમાં જોડાયા હતા. તમામ લોકોએ એક જ સુરે આઝાદીની માગણી કરી હતી. મહિલાઓએ આઝાદી માટે એક સાથે ગીત ગાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.