ગુજરાત

gujarat

ETV Bharat / videos

સૌરાષ્ટ્ર પ્રવાસ બાદ રાજકોટમાં સી.આર.પાટીલની પત્રકાર પરિષદ, 182 બેઠક જીતવાનો સંકલ્પ કર્યો વ્યક્ત - C. R. Patil news

By

Published : Aug 21, 2020, 1:06 PM IST

રાજકોટઃ ગુજરાત ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ શુક્રવારે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આગામી રાજ્યમાં યોજાનાર મનપાની ચૂંટણી અને 8 બેઠકોની ચૂંટણીમાં જીતવાની વાત કરી હતી. આ સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર પણ ચૂંટણી જીતવાનો પણ સંકલ્પ કર્યો છે. પત્રકાર પરિષદમાં તમને જણાવ્યું હતું કે, કોઈ કાર્યકર્તાને લાયકાતના આધારે જ ટીકીટ આપવામાં આવશે. પક્ષમાં કાર્યકર્તાઓની પણ વાત સાંભળવામાં આવશે. પાટીલે આગામી 30 દિવસમાં ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર કરવાની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પાટીલે રાજકોટ કાર્યકર્તાઓના અભિવાદન સમારોહના સંબોધનમાં પણ જણાવ્યું હતું કે, રાજકોટ ભલે મુખ્યપ્રધાનનું હોમટાઉન છે, પરંતુ અહીં પણ લાયકાતના આધારે જ ચૂંટણી ટીકીટ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details