સુરેન્દ્રનગરના 2 સાયકલવીર, મોદીના પ્રેમમાં કરશે 1700 કિમીની યાત્રા - GUAJRATI NEWS
ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ભારત દેશના વડાપ્રધાન પદે ફરી દેશનું સુકાન સંભાળી લેતા દેશભરમાં હર્ષની લાગણી છવાઈ છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદી ફરી વડાપ્રધાન બને તે માટે સુરેન્દ્રનગરના બે સાઇકલવીરોએ સાયકલ પ્રવાસ ખેડીને અજમેર શરીફ અને હરિદ્વાર જવાની ટેક રાખી હતી. તે બાધા પૂરી થતા સુરેન્દ્રનગર જુની હાઉસિંગ સોસાયટીમાં રહેતા અનિલભાઈ રામજીભાઈ અને વાલજીભાઈ ડાયાભાઈ એ 15 દિવસમાં 1700 કિલો મીટરના પ્રવાસ માટે સુરેન્દ્રનગરથી બંને સાઇકલવીરો રવાના થયા છે, બંને સાઇકલ વીરોને પ્રોત્સાહન આપવા ભાજપના આગેવાનો ઉમટી પડી ફુલહાર પહેરાવી મોં મીઠા કરાવી આતશબાજી કરીને બંને સાઇકલ વીરોની વાજતે ગાજતે બાધા પૂરી કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.
Last Updated : Jun 2, 2019, 3:31 PM IST