લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 40 જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ઉપાડ્યા - સુરેન્દ્રનગર જિલ્લો
સુરેન્દ્રનગર: લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 40 જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ઉપાડ્યા હતા. યુવા બેરોજગાર સમિતિના અધ્યક્ષ દિનેશ બાંભણિયાની ઉપસ્થિતિમાં અંદાજે 40થી વધુ વિદ્યાર્થીઓએ પેટા ચૂંટણી માટે ફોર્મ ઉપાડ્યા હતા. લીંબડી સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ પૂરા થઈ વિદ્યાર્થીઓએ સેવા સદનમાં બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો.