ધોરાજીમાં આજથી સવારે 8થી બપોરે 1 સુધી ધંધા-રોજગાર ચાલુ રહેશે - પ્રાંત અધિકારી કચેરી
રાજકોટ: ધોરાજી તાલુકામાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યાં છે, જેને રોકવા માટે ધોરાજીનાં પ્રાંત અધિકારી કચેરી ખાતે ધોરાજીની સામાજિક સંસ્થાઓ અને ધોરાજી વેપારી મંડળ દ્વારા મિટીંગ યોજાઈ હતી. જેમાં સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી ધોરાજીના ધંધા-રોજગારો ખુલ્લા રાખવામાં આવશે. તેમજ બપોરે 1 વાગ્ય બાદ ધંધા-રોજગાર બંધ રાખવામાં આવશે. આવશ્યક સેવાઓ દૂધની ડેરી, મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવશે. 7 તારીખથી 14 તારીખ એટલે કે આજે મંગળવારથી આવતા મંગળવાર સુધી અમલવારી કરવામાં આવશે. આ નિર્ણય કોરોના વાઈરસની ચેનલ તોડવા માટે લેવામાં આવ્યો છે.