કેશોદ ST ડેપોમાં બસોની સફાઈ કરવામાં આવી, સોમવારથી શરૂ થઇ શકે છે સેવા - mangrol latest news
જૂનાગઢઃ સોમવારથી ગ્રીન ઝોનમાં એસ.ટી. સેવા શરૂ થાય તેવી સંભાવના સેવાઇ રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ, માંગરોળ સહિતના એસ.ટી. ડેપોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે સફેદ સર્કલ દોરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના કારણે તમામ પેસેન્જર સેવા બંધ કરાઇ હતી. પરંતુ સરકારની નવી વિચારણા મુજબ 4 મેથી ગ્રીન ઝોનમાં સામેલ થનારા જિલ્લામાં એસ.ટી શરૂ થાઇ શકે છે. જેને લઇને કેશોદ, માંગરોળનું એસ.ટી તંત્ર સજ્જ થયું છે.