અરવલ્લીઃ મોડાસાના ભાગોળ વિસ્તારમાં ફસાયેલા ખૂંટિયાને 18 કલાક પછી બહાર કાઢવામાં આવ્યો - Jeevadayapremi
અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં નગરના ભાગોળ વિસ્તારમાં મંગવારના રોજ એક ખૂંટિયો સાંકડી ગલીમાં ફસાઈ ગયો હતો. બે ફૂટની પગદંડી ગલીમાં ફસાઈ ગયેલા ખૂંટિયાને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. જોકે ખૂંટિયો બહાર કાઢી શકયો ન હતો. ત્યારે સ્થાનિક લોકોએ સામાજિક સંસ્થાના આગેવાનો, જીવદયાપ્રેમી તેમજ નગર પાલિકાની ટીમને જાણ કરી હતી. જેથી ટીમે ખૂંટિયાને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરી હતી. આશરે ૧૮ કલાક બાદ ખૂંટિયાને બહાર કાઢવામાં આવ્યો હતો.