ખંડિત થયા વગર કવિનું સર્જન કરતી બુધસભા લોકડાઉનમાં પણ શરૂ - બુધસભા લોકડાઉનમાં પણ શરૂ
ભાવનગર : કવિઓનું સર્જન કરતી દર બુધવારની બુધસભાની એક પણ બેઠક આજદિન સુધી રદ થઈ નથી. ત્યારે લોકડાઉનમાં પણ ચાર બેઠક યોજાઇ ગઈ છે. કવિઓએ સોશ્યિલ મીડિયાનો દુષ્પ્રચાર કે અફવા માટે નહીં પણ સાહિત્યને બચાવવા અને નવી રચનાઓને અમલમાં લાવવા ઉપયોગ શરૂ કર્યો છે. ભાવનગરમાં ચાર બુધસભા વોટ્સએપમાં યોજાઈ અને લોકડાઉન રહે ત્યાં સુધી બુધસભા ચાલુ રાખી તેને ખંડિત નહીં કરવાનું બીડું પણ સંચાલકોએ ઉપાડ્યું છે.