નિતીન પટેલનું પાણીદાર બજેટ, પણ આવક કયાંથી આવશે તે સસ્પેશન? જુઓ Etv Bharatની ખાસ રજૂઆત
અમદાવાદ: નાણાપ્રધાન નીતિન પટેલે ગુજરાત રાજ્યનું પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યું છે. સમગ્ર સેકટર માટે જોગવાઈઓ કરાઇ છે. તો આ સાથે 20,000 વિવાદી પડતર કેસો માટે નવી સમાધાન યોજના જાહેર કરી છે.2 જૂનના રોજ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં લોકો માટે વિવિધ ક્ષેત્રોમાં જોગવાઇઓ કરવામાં આવી છે. પાણી માટે આ બજેટમાં વિશેષ મહત્વ અપાયું છે. ખેડૂતોને સરકારની યોજનાનો લાભ મળે અને અષાઢી બીજથી ખેડૂતોને નર્મદાના નીર મળે તેવી જાહેરાત કરાઈ છે. આમ જોવા જઈએ તો આ બજેટમાં કોઈ નેગેટિવ પોઈન્ટ નથી. પણ સરકાર આવક કયાથી મેળવશે અને કેટલી આવક થશે, તેનો ઉલ્લેખ નથી. GSTની આવક તો આવે છે, પણ તે અંદાજિત કેટલી આવશે તેનો ઉલ્લેખ કરાયો નથી. વીજ કરમાં વધારો અને સ્ટેમ્પ ડ્યૂટીમાં વધારા પછી વર્ષે 2019-20ના વર્ષને અંતે કુલ રૂપિયા 572.12 કરોડની પુરાંત રહેવાનો અંદાજ રજૂ કરાયો છે.