ખેરાલુના લુણવા ગામે BSNL મરણ પથારીએ, છેલ્લા 15 દિવસથી સેવા ઠપ - mehsana
મહેસાણાઃ ખેરાલુ તાલુકામાં આવેલા લુણવા ગામે ટેલિફોન સેવા પુરી પાડતી ટેલિફિન એક્સચેન્જની કચેરીએ પોતે સરકારી હોવાની સાબિતી આપતા છેલ્લા પંદર દિવસથી નકામી બની રહી છે. લુણવા ગામ લોકોના મતે આ ભારતીય સંચાર નિગમ લિમિટેડની કચેરીમાં છેલ્લા કેટલાય દિવસોથી ઇલેક્ટ્રોનિક્સ તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ પડ્યા છે. જેથી આ સમગ્ર વિસ્તારમાં લાગેલા BSNLના લેન્ડલાઈન ટેલિફોન અને મોબાઈલ ફોન કનેક્ટિવિટીથી અળગા બન્યાં છે. ગામલોકોના મતે કચેરીએ વીજળી બીલ ભર્યું નથી. જે કારણે વીજ કંપનીએ કચેરીનું વીજ જોડાણ કાપી નાખ્યું છે. જેથી મોબાઈલ ફોનનું ટાવર સહિત કચેરીના ઇલક્ટ્રિસિટીથી ચાલતા ઉપકરણો બંધ પડ્યા છે. ત્યારે સરકારી રાજમાં આ કચેરીનું લાઈટ બીલ ભરાય અને ગામ લોકોને વહેલી તકે ફરીથી ટેલિફોન અને મોબાઈલની સેવા કાર્યરત થાય તેવી માગ આગેવાનો દ્વારા BSNLની ઉચ્ચ કચેરી ખાતે કરવામાં આવી છે.