કચ્છ સાંસદે BSF જવાનો સાથે કરી દિવાળીની ઉજવણી - katuch news
કચ્છઃ દેશની સંવેદનશીલ ગણાતી સીમા પૈકી કચ્છની ક્રીક અને રન સરહદ પર ફરજ બજાવતા BSFના જવાનોની ૯૦ જેટલી બીઓપી પર કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મીઠાઈ મોકલાવીને જવાનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. બીજી બાજુ પોતાના વતન અને પરિવારથી દૂર તહેવારમાં દેશ રક્ષા કાજે સીમા પર પહેરો ભરી રહેલા જવાનોને પરિવાર જેવો માહોલ જોવા મળ્યો હતો.