કચ્છના મુંદ્રામાં ભારે વરસાદથી પુલ તૂટ્યો, વાહન વ્યવહારને નુકસાન - bridge collapsed in kutch
કચ્છ જિલ્લામાં મેઘરાજાએ બીજો રાઉન્ડ લેતા બે દિવસથી સમગ્ર જિલ્લામાં એકથી 5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેને પગલે વિવિધ તળાવો, નદીઓ તથા ડેમ છલકાઇ ગયા છે. તો ક્યાંક ભારે વરસાદને પગલે જિલ્લામાં નુકસાન પણ થઈ રહ્યું છે. મંગળવારે કચ્છના મુંદ્રામાં જૂના બંદર રોડ પર ભારે વરસાદથી પુલ તુટી જતા રસ્તો બંધ કરી દેવો પડ્યો હતો તેમજ વાહન વ્યવહાર પણ અટકી પડ્યો હતો.