અમદાવાદ ખાતે રક્ષાબંધન નિમિતે જનોઇ બદલવાનો કાર્યક્રમ યોજાયો - અમદાવાદ
અમદાવાદઃ નારણપુરા ડી. કે પટેલ હોલ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા તથા અમદાવાદની વિવિધ બ્રાહ્મણ સંસ્થાઓ દ્વારા બ્રાહ્મણોને પારંપરિક જનોઈ બદલવાનો કાર્યક્રમ આજે સવારે 9:30 વાગે રાખવામાં આવેલ હતો.જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના કન્વીનર યજ્ઞેશ દવે અમદાવાદની સર્વે બ્રાહ્મણ સંસ્થાઓ તથા અમદાવાદના ભૂદેવ નો આભાર માન્યો હતો.આ પ્રસંગે સહુ ભુદેવ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવવામાં આવ્યા બદલ પ્રમુખ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.