સાતમું પગાર પંચ નહિ મળતા BPTIના પ્રધ્યાપકોએ કર્યો અનોખો વિરોધ - bhavnagar news
ભાવનગરઃ સાતમું પગાર પંચ નહીં મળતા શહેરની બીપીટીઆઈ કોલેજના પ્રધ્યાપકો કાળા કપડા પહેરી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. પ્રધ્યાપકો અઠવાડિયા સુધી કાળા કપડા પહેરીને પોતાનો વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે. જો અઠવાડિયામાં પણ પોતાની માગ નહીં સંતોષાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવું પ્રધ્યાપકોએ જણાવ્યું છે.