બોટાદના હોમિયોપેથી ડૉક્ટરે કોરોના વાઇરસને લઈને સંદેશો આપ્યો - બોટાદ ન્યૂઝ
બોટાદઃ શહેરના હોમીયોપેથી ડૉક્ટર જીગ્નેશ હડિયલે કોરોના વાઇરસની મહામારીને લઈને લોકોને સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, આ વાઇરસ ચેપીરોગ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ. આ ઉપરાંત બાળકો અને વૃદ્ધોએ ઘરની બહાર નીકળવવાનું ટાળવું જોઈએ અને સરકાર આદેશોનું પાલન કરવું. વધુમાં તેમણે જણાવ્યું કે, બહારથી આવ્યા બાદ સેનેટાઈઝર અથવા સાબુથી હાથ ધોવા જોઈએ.