બોટાદમાં કોરોના વાઈરસને લઈને મુખ્ય શાકમાર્કેટનું સ્થળાંતર કરવામાં આવ્યું - latest news in Botad
બોટાદ: જિલ્લા તંત્ર દ્વારા બોટાદમાં આવેલી જૂની શાકમાર્કેટ કે જ્યાં ખૂબ જ ભીડ રહેતી હતી. ત્યાં કોરોના વાઇરસનો ફેલાવો થવાની શક્યતા વધુ હતી. જેથી શાકમાર્કેટને હાલના સ્થળેથી ફેરવી સ્ટેશન રોડ ઝવેરી જીનમાં કે જયા ખુલ્લું મેદાન આવેલું છે, ત્યાં સ્થળાંતર કરવામાં આવી છે. જેના કારણે લોકોનો ઘસારો ઓછો રહે. જેથી કોરોના ફેલાવાની શક્યતા ઓછી રહે છે. તેમજ અનાજ કરીયાણાની દુકાન તથા અન્ય ચીજવસ્તુઓની દુકાને આવતા ગ્રાહકો માટે સર્કલ કરી સર્કલમાં ઊભા રહીને જ ખરીદી કરવાનું વેપારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.