બોટાદ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 390મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી - શિવાજી જન્મ જયંતી
બોટાદઃ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમા બોટાદની કરણી સેના, વિશ્વ હિન્દુ પરિષદ, સૂર્ય સેના આ તમામ સંગઠનોના કાર્યકરો તથા શહેરના નાગરીકો જોડાયા હતા. બોટાદના શાકમાર્કેટમાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર પહેરાવી તેઓની 390મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજનો ઇતિહાસ કહે છે કે, છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ સને 1630માં પૂના પાસેના શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમની માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી ભોંસલે હતું. શિવાજી મહારાજે હિંદુત્વ અને રાજપુતાઈને જીવંત રાખી છે, તેઓનો રાજ્યાભિષેક 1674ની સાલમાં થયો હતો. કહેવાય છે કે, શિવાજી મહારાજ ન હોત તો ભારત ઈસ્લામીઓના હાથમાં જતું રહ્યું હોત. છત્રપતિ શિવાજી મહારાજે તેઓના જીવનકાળ દરમિયાન ઘણા ચડાવ-ઉતાર જોયેલા છે અને તેઓ એક સારા લડવૈયા હતા. તેઓએ સન 1659માં અફઝલ ખાનને પોતાના હાથમાં પહેરેલા વાઘના નહોરથી વધ કર્યો હતો, આમ શિવાજી મહારાજે હિન્દુઓને જીવંત રાખેલ છે. શિવાજી મહારાજનું અવસાન 3 એપ્રિલ 1680માં પુના પાસે આવેલ રાયગઢ કિલ્લામાં થયું હતું.