બોલિવૂડની અભિનેત્રી વાણી કપૂર બની અમદાવાદની મહેમાન - vani kapoor
અમદાવાદ: બોલિવૂડની અભિનેત્રી વાણી કપૂર રવિવારે અમદાવાદની મહેમાન બની હતી. વાણી મોબાઈલ બ્રાન્ડ વન પ્લસના શો રૂમના ઉદ્ઘાટન માટે આવી હતી. વાણીને જોવા માટે હજારોની સંખ્યામાં લોકોની ભીડ શો રૂમની બહાર એકઠી થઈ હતી. આ પ્રસંગે વાત કરતા વાણી જણાવે છે કે, 'હું અમદાવાદમાં આવતી જ રહુ છું અને અહીંનું ખાવાનું મને ખૂબ જ ભાવે છે. જ્યારે પણ અમદાવાદ આવું છું ત્યારે લોકોના પ્રેમથી અંજાઈ જાઉ છું. કારણ કે, અહીંના લોકો ખૂબ જ પ્રેમાળ અને ખૂબ જ સારી રીતે મને આવકારે છે. જ્યારે પણ અમદાવાદ આવું ત્યારે અહીંના ઢોકળા અને ફાફડા ખાવાનું ભૂલતી નથી અને ગુજરાતી થાળી જમ્યા વગર હું ક્યારેય પણ પાછી જતી નથી.'