બૉલિવૂડ એક્ટર આમિર ખાને ગાંધીજીના જન્મસ્થળની લીધી મુલાકાત - પોરબંદર લેટેસ્ટ ન્યૂઝ
પોરબંદરઃ બૉલિવૂડ અભિનેતા આમિર ખાન પોતાના પરિવાર સાથે ગુજરાતની મુલાકાતે છે, ત્યારે પોરબંદરમાં કિર્તી મંદિરની મુલાકાત લીધી હતી. ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લઇ ગાંધીજીના જીવન વિશે રોચક માહિતી મેળવી હતી, ત્યારે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. સરકારી અધિકારીઓ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સરકારી અધિકારીઓએ પણ માસ્ક પહેર્યું નથી.