પાટણ: સિવિલ હોસ્પિટલમાં સાવચેતીના ભાગ રૂપે લગાવવામાં આવ્યા બોર્ડ - boards installed in civil hospitals
પાટણઃ કોરોના મહામારીને લઈ સાવચેતીના ભાગ રૂપે પાટણ જનરલ હોસ્પિટલમાં ઈમરજન્સી કિસ્સામાં જ હોસ્પિટલમાં દર્દીઓએ આવવું તેવા બોર્ડ આરોગ્ય તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા છે. જેને કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકારે લોકહિતમાં સમગ્ર રાજ્યમાં લોકડાઉન કર્યું છે અને માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો અને હોસ્પિટલોને ખુલ્લી રાખવામા આવી છે. પાટણ જનરલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ વિવિધ રોગોની બીમારીની સારવાર માટે આવતા હોય છે, ત્યારે દર્દીઓની સલામતી માટે પાટણ જનરલ હોસ્પિટલમાં ઈમરજન્સીના કિસ્સાઓમાં જ હોસ્પિટલમાં દર્દીઓને આવવું તેમજ દર્દીની સાથે એક જ સગાએ આવવુ તેવા બોર્ડ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લગાવવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં લગાવેલા આ બોર્ડને કારણે હાલમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.