લોહીની અછત સર્જાતા પોરબંદરમાં JCI દ્વારા રકતદાન કેમ્પ યોજાયો - બ્લડ ડોનેશન કેમ્પ
પોરબંદરઃ કોરોના મહામારીમાં રક્તદાન કેમ્પના આયોજન ઓછા થયા છે, જેથી પોરબંદરમાં લોહીની અછત સર્જાઇ હતી. ઉપરાંત મોટી સંખ્યામાં લોકો કોરોનાવાયરસની રસી લેતા હોવાથી વેકસિન લીધાના અમુક સમય સુધી રક્તદાન કરી શકાય નહીં. જેને ધ્યાનમાં લઇને પોરબંદરમાં JCI પોરબંદર PLUS દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન પોરબંદરની કે. બી. તાજાવાલા સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 150થી પણ વધુ બોટલનું લોકોએ એરક્તદાન કર્યું હતું. JCIના સ્થાપક પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા, પ્રમુખ હાર્દિક મોનાણી અને સેક્રેટરી રોનક દાસણી દ્વારા લોકોનો આભાર માનવામાં આવ્યો હતો.