ખેડાના કપડવંજ અને મહેમદાવાદમાં ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા - નરેન્દ્ર મોદીનો જન્મદિવસ
ખેડાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ યોજવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભાજપ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજમાં તેમજ મહેમદાવાદ તાલુકાના કરોલી ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યા હતા. કપડવંજ ટાઉન હોલ ખાતે યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં યુવા મોરચા અગ્રણીઓ સહિત કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. મહેમદાવાદ તાલુકાના કરોલી ગામમાં પણ રણછોડજી મંદિરમાં સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલ તેમજ મહેમદાવાદ મત વિસ્તારના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહીતના ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નડિયાદના સહયોગથી રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ કાર્યકરોએ હરખ ભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે કરોલી ગામના ગ્રામજનો તેમજ મહેમદાવાદ તાલુકાના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.