સુરેન્દ્રનગરમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ અને બાઇક રેલી યોજાઇ - Surendranagar Indian Red Cross Society
સુરેન્દ્રનગર : એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે શ્રી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી આ સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. એલુમની એસોસિએશન અને એન.એસ.એસ. ડિપાર્ટમેન્ટ એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઇ હતી. આ રક્તદાન શિબિર ભાજપના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, ડોક્ટર અનિરુદ્ધસિંહ પઢીયાર, વિરેન્દ્રભાઈ આચાર્ય તેમજ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન શિબિરમાં સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર ઉપર લખાયેલા પુસ્તકો અને ચિત્રોનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. તેમજ ભાજપ દ્વારા કોલેજમાંથી બાઇક રેલીનું આયોજન કરાતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા હતા.