જંબુસરની PI ઇન્ડસ્ટ્રીઝમાં રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન બ્લાસ્ટ, 2ના મોત - ભરૂચ તાજા ન્યુઝ
ભરૂચઃ જંબુસરની PI ઇન્ડસ્ટ્રીઝમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા 2 કામદારના મોત નીપજ્યા હતા. જ્યારે 12 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. ઇન્ડસ્ટ્રીઝમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન અચાનક જ બ્લાસ્ટ થયો હતો. જેમાં નજીકમાં કામ કરી રહેલ 14 જેટલા કામદારોને ઈજા પહોચી હતી. ઈજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.