સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામઃ વડોદરામાં ભગવો લહેરાયો - વડોદરા ચૂંટણ
વડોદરા:રવિવારે રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મંગળવારે પરિણામ જાહેર થયું છે. જેમાં વડોદરા નગરપાલિકામાં ફરી ભગવો લહેરાયો છે. નગરપાલિકામાં ભાજપે 204 મેળવી છે, જ્યારે કોંગ્રેસે 68 અને અન્યએ 18 બેઠક મેળવી છે. આ સાથે જ વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપે 29 બેઠક મેળવી છે, જ્યારે કોંગ્રેસે 05 બેઠક મેળવી છે. આ સાથે જ વડોદરાના 8 તાલુકા પંચાયતમાં ક્રમશ ભાજપ કોંગ્રેસ અને અન્યએ 118,42 અને 8 બેઠક મેળવી છે.