પેટાચૂંટણી : કુવાડવા બેઠક પર પાતળી સરસાઇથી ભાજપની જીત - કુવાડવા બેઠક
રાજકોટ: કુવાડવા તાલુકા પંચાયના સભ્ય સંદીપભાઈ ઢોલરિયાનું અકાળે અવસાન થતા આ બેઠક માટે ગત રવિવારે પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે સરોજબેન પીપળીયા જ્યારે કોંગ્રેસે સુરેશભાઈ બાહુકીયા અને અપક્ષે પરેશભાઈ પાધરેને ઉમેદવાર બનાવ્યા હતાં. જેમાં ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવારને 1580, કોંગ્રેસને 831 જ્યારે અપક્ષને 1488 જેટલા મત મળ્યા હતાં. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સરોજબેન 92 જેટલા મતથી જીત્યા હતાં.