અમદાવાદમાં 150થી વધુ બેઠકમાં ભાજપની જીત - AAP news
અમદાવાદ: રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી ઓછું 38.73 ટકા મતદાન અમદાવાદમાં થયું હતું. આમ છતાં અમદાવાદીઓએ 150થી વધુ બેઠકો ભાજપે આપી છે. આ વર્ષે ત્રીજા વિકલ્પ તરીકે AIMIM અને આમ આદમી પાર્ટીને ગણવામાં આવતી હતી, પરંતુ અમદાવાદના લોકોએ આ નવા વિકલ્પનો સ્વીકાર કર્યો નથી અને ભાજપની ભવ્ય જીત થઇ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 96 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી હતી. આ સાથે જ અમદાવાદમાં કુલ 46, 24, 592 મતદારો હતા. જે પૈકી 24, 14, 451 પુરુષો, 22, 09, 976 મહિલા અને 165 ટ્રાન્સજેન્ડર હતા.