લુણાવાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત - mahisager letest news
મહિસાગરઃ લુણાવાડા વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી હતી જેમાં શરુઆતથી જ ભાજપ આગળ ચાલતા કાર્યકર્તાઓ ખુશીમાં આવી ગયા હતાં. મતગણતરી કેન્દ્ર પર આખરે અંતિમ બે રાઉન્ડ બાદ કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ 53423 વોટ, ભાજપના જીગ્નેશ સેવક 66218 વોટ, NCP ઉમેદવાર ભરત પટેલ 12041 વોટ અને નોટા 2292 વોટ પડ્યા હતાં. આ ચુંટણીનું પરીણામ આવતા ભાજપના ઉમેદવાર જીગ્નેસ સેવકને 12795 વોટથી જીત થયાનું જાહેર થયાનું પરિણામ આવ્યું હતું. જેના કારણે ભાજપમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. જીતની ખુશી થતા પરિવારના સભ્યોને મળી જીતની ખુશી વ્યક્ત કરી હતી સાથે કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પી.એન.પંડ્યા કોલેજ ખાતેથી ભાજપના જીજ્ઞેશ સેવકનું વિજય સરઘસ કાઢ્યું હતું.