ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મોડાસની મુલાકાતે - latest news of aravalli
અરવલ્લીઃ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. સવારે સાબરકાંઠાની મુલાકાત લીધા બાદ બપોરે અરવલ્લી જિલ્લાની મુલાકતે આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજેન્દ્રનગર ચોકડીથી અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. રાજેન્દ્રનગરથી મોડાસા સુધી આગાઉ જાહેર કરેલો અભિવાદન કાર્યક્ર્મ રદ કરવામાં આવ્યો હતો. જેના પગલે તેઓ સીધા મોડાસા પહોંચ્યા હતા. મોડાસામાં પ્રવેશ કર્યા બાદ જિલ્લા ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સભાસ્થળ મોડાસા કોલેજ ખાતે સી. આર. પાટીલે ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું.