ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે, શક્તિપીઠ અંબાજી ખાતેથી કરશે શરૂઆત - c r patil is on visit to north gujarat
અંબાજી: ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પ્રદેશની જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ બાદ હવે તેઓ ઉત્તર ગુજરાતના સાત સરહદી વિસ્તારોનો પ્રવાસ આગામી ત્રણ સપ્ટેમ્બરથી શરૂ કરવાના છે. જેની શરૂઆત તેઓ પવિત્ર યાત્રાધામ અંબાજીથી કરશે. આ સમગ્ર આયોજનને લઈને ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સોમવારે અંબાજીની સ્થળ ચકાસણી તેમજ આયોજન અર્થે આવી પહોંચ્યા હતા.