પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક મળી - મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી
અમદાવાદ: શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે આવેલા કમલમના ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠનની મહત્વની બેઠક મળી હતી. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા સાથે જીતુભાઈ વાઘાણી તેમજ ભરતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7 વિધાનસભા પેટાચૂંટણી લઈને ઇન્ચાર્જ તેમજ પ્રભારી અને સ્થાનિક હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૧૭મી સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસને અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવશે. જેમાં 17 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે સરદાર સરોવર ડેમ પર કાર્યક્રમ કરીને ઉજવવામાં આવશે. દરેક જિલ્લામાં 17 સપ્ટેમ્બરના રોજ નર્મદે સર્વદે તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે સરદારડેમ ખાતે રંગારંગ કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવી શકે છે. બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખ તેમજ જિલ્લા મહાનગરના પ્રભારીઓ અને જિલ્લાના પ્રમુખ, મહામંત્રી આ બેઠકમાં હાજર રહ્યા હતાં.