ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગોધરા ખાતે CAA અને NRC ના કાયદાના સમર્થનમાં વિશાળ રેલી યોજાઈ

By

Published : Dec 25, 2019, 2:49 AM IST

પંચમહાલ: કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરેલા નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ગોધરા શહેરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને ગોધરા શહેર નાગરિક સમિતિના કાર્યકર્તાઓ જોડાયા હતા. દેશમાં કેટલીક જગ્યાએ આ કાયદાનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગોધરા શહેરમાં શહેર નાગરિક સમિતિ દ્વારા આ કાયદાનું સમર્થન કરતી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગોધરા શહેરના નગરજનો, ભાજપના કાર્યકર્તાઓ, નાગરિક સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજ્યકક્ષાના મંત્રી જયદ્રસિંહ પરમાર અને પંચમહાલ જિલ્લા ભાજપ પ્રભારી મંત્રી પરાક્રમસિંહ જાડેજા પણ આ રેલીમાં જોડાયા હતા. ગોધરા શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવેલી આ રેલી ગોધરા શહેરના માર્ગો પર ફરી કલેકટર કચેરી પહોંચી હતી. જ્યાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલીની વિશેષતા એ હતી કે, રેલીમાં વિશાળ તિરંગા સાથે લોકો જોડાયા હતા. ગોધરા શહેરના નગરજનોએ નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં બુધવારે સ્વયંભૂ દુકાન બંધ રાખી રેલીમાં જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details